+

સુરેન્દ્રનગરઃ સૌથી મોટી કેમિકલ ફેકટરીમાં આઈટીના દરોડા- Gujarat Post

ફરીથી આઇટી વિભાગની મોટી કાર્યવાહી સુરેન્દ્રનગરઃ દિવાળીની રજાઓ બાદ ફરી આઈટી વિભાગની ટીમો સક્રિય થઇ છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં એશિયાની સૌથી મોટી કેમિકલ ફેક્ટરીમાં આઇટીની દરોડા પડ્યાં છે. ધાગધ્રાન

ફરીથી આઇટી વિભાગની મોટી કાર્યવાહી

સુરેન્દ્રનગરઃ દિવાળીની રજાઓ બાદ ફરી આઈટી વિભાગની ટીમો સક્રિય થઇ છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં એશિયાની સૌથી મોટી કેમિકલ ફેક્ટરીમાં આઇટીની દરોડા પડ્યાં છે. ધાગધ્રાની DCW નામની કંપનીમાં આઇટી વિભાગના દરોડા પડ્યાં છે, અધિકારીઓ વહેલી સવારે અહીં પહોંચ્યાં હતા અને સ્ટાફની પણ પૂછપરછ થઇ રહી છે.

અહીંથી મળેલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે અને ડિઝિટલ સામગ્રી જપ્ત કરવામાં આવી છે, તપાસને અંતે કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ થઇ શકે છે, નોંધનિય છે કે હાલમાં જ અમદાવાદમાં ફટાકડાની પેઢીઓ પર, બિલ્ડરો પર અને ફાર્મા કંપનીમાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા કર્યાં હતા.

ધ્રાંગધ્રામાં 1939માં ધ્રાંગધ્રા કેમિકલ વર્ક્સ લિમિટેડ(DCW) કંપનીની સ્થાપના થઈ હતી. શરૂઆતમાં સોડા એશ બનાવતી આ કંપની આજે સૌથી મોટી કેમિકલ કંપની છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter