કોસંબા નજીક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, હત્યારાએ પગ બાંધી બે ફૂટની ટ્રોલીબેગમાં મૃતદેહ ભરી દીધો

10:54 AM Nov 03, 2025 | gujaratpost

સુરતઃ માંગરોળ તાલુકાના કોસંબા નજીકથી એક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હત્યારાએ પગ બાંધી બે ફૂટની ટ્રોલીબેગમાં બેવડુંવાળીને મૃતદેહ ભરી દીધો છે, હાથ પરના ટેટુંથી પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતા કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી.

માંગરોળ તાલુકાના કોસંબા નજીકથી એક બેગમાંથી 25 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાની હત્યા કરીને મૃતદેહના પગ બાંધી બે ફૂટની ટ્રોલીબેગમાં બેવડુંવાળીને ભરી દીધો છે. મહિલાનું મોઢું કાળું પડી ગયું છે. શરીરના કોઇ ભાગે ઇજાના નિશાન મળી આવ્યા નથી.

પોલીસે હાથ પરના ટેટું પરથી તપાસ હાથ ધરી છે. ટેટું પરથી મહિલા પરપ્રાંતિય હોઇ શકે છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++