સુરતઃ પોઝિટિવ ટ્યુશન ક્લાસીસના શિક્ષક નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને તેની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીને હેરાન કરતો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર, આરોપી શિક્ષકે વિદ્યાર્થીનીના નામનો ઉપયોગ કરીને ઇન્સ્ટાગ્રામ પર અનેક નકલી આઈડી બનાવ્યું હતુ. અને તેને બ્લેકમેલ કરતો હતો. આરોપી ત્યાં જ અટક્યો નહીં. તે વર્ચ્યુઅલ નંબર પરથી વોટ્સએપ પર મેસેજ મોકલીને વિદ્યાર્થીને હેરાન કરતો હતો.
મામલો વધુ વકરતાં વિદ્યાર્થીનીએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના પગલે ટેકનિકલ તપાસને આધારે આરોપી ભાવેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુરતના કતારગામ વિસ્તારમાં વિઠ્ઠલનગર સોસાયટીમાં રહે છે, તે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના અનિન્દ્રા ગામનો વતની છે.
એક વોટ્સએપ ગ્રુપ બનાવીને પરિવારના સભ્યોને ઉમેરવામાં આવ્યાં
વિદ્યાર્થીનીને નફરત કરનારા આરોપીએ વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને તેના પરિવારના સભ્યો અને સંબંધીઓને તેમાં ઉમેર્યા હતા. ત્યાર બાદ આરોપીએ ગ્રુપમાં વિદ્યાર્થીનીના મોર્ફ કરેલા ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું, જેથી તેની છબી ખરાબ થાય. આ કૃત્યથી વિદ્યાર્થીની અને તેનો પરિવાર માનસિક રીતે પરેશાન થઈ ગયો હતો.
આરોપીએ નકલી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર વિદ્યાર્થીનીના જૂના ફોટાનો ઉપયોગ કર્યો અને મેસેઝ મોકલીને તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે ભાવેશ વારંવાર તેને નોકરી છોડવા માટે દબાણ કરી રહ્યો હતો, તે 12મા ધોરણથી નોકરી કરતી હતી.
અગાઉ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
નકલી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવાયા બાદ વિદ્યાર્થીનીએ 2023 માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે સમયે આરોપી થોડા સમય માટે શાંત થયો, પરંતુ થોડા મહિના પછી તેણે ફરીથી તેને હેરાન કરવાનું શરૂ કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર, ગુનો નોંધાય ત્યાં સુધી એટલે કે 26 મે, 2025 ના રોજ આરોપીએ વિદ્યાર્થીનીને સતત નિશાન બનાવી હતી.
વિદ્યાર્થીની કહ્યું કે તે 2021 સુધી આરોપી સાથે ટ્યુશન ક્લાસમાં ભણતી હતી, તે પછી આરોપીએ ખરાબ ઇરાદા રાખવાનું શરૂ કર્યું. નોકરી શરૂ કર્યા પછી, આરોપીનો એકતરફી પ્રેમ ઝનૂનમાં ફેરવાઈ ગયો અને તેણે હેરાન કરવાનું શરૂ કર્યું.
સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીને પકડી લીધો
ફરિયાદ મળ્યાં બાદ સુરત સાયબર ક્રાઈમ સેલે આ કેસમાં વિગતવાર તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાના આધારે, પોલીસે આરોપી ભાવેશ સૂર્યકાંતભાઈ પટેલ વસોયા (ઉંમર 35) ની ધરપકડ કરી હતી. તે કતારગામના આંબાતલાવાડી વિસ્તારમાં પોઝિટિવ ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. વિદ્યાર્થીનીની ભૂતકાળની ઓળખનો ઉપયોગ કરીને તેને નિશાન બનાવતો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++