સુરતઃ પુત્રીના લગ્નમાં ગરબા રમીને ઉંઘી રહેલા પિતાનું હાર્ટએટેકમાં મોત, પરિવાર શોકગ્રસ્ત- Gujarat Post

07:36 PM Feb 26, 2024 | gujaratpost

(Demo Pic)

સુરતઃ  છેલ્લા કેટલાક સમયથી છાતીમાં દુઃખાવો ઉપડ્યાં બાદ મોત થયાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. શહેરના અમરોલીમાં દીકરીના લગ્ન પ્રસંગમાં રાસ-ગરબા રમ્યાં પછી એક દીકરીના પિતા ઉંઘી ગયા હતા અને ઉંઘમાં જ તેમને હાર્ટએટેક આવી ગયો હતો અને તેમનું મોત થઇ ગયું હતુ,  જેના કારણે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો.

સાયણ રોડ પર સાંઇ આસ્થા રેસીડેન્સીમાં રહેતા 54 વર્ષીય ઘનશ્યામભાઈ દેવરાજભાઈ ધોળકિયા બે દિવસ પહેલા પુત્રીના લગ્નમાં રાસ-ગરબા રમ્યા હતા અને પછી રાત્રે ઘરમાં જઈને સૂઈ ગયા હતા. જો કે, બીજા દિવસે સવારે તેઓ જાગ્યા ન હતા, જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. ઘનશ્યામભાઈ મૂળ અમરેલીના વતની હતા. તેમને સંતાનમાં ચાર પુત્રીઓ અને એક પુત્ર છે. તેઓ હીરાના કામ સાથે સંકળાયેલા હતા. પરિવારના મોભીના મોતથી ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાતાં પરિવાજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

હાર્ટએટેકના અન્ય બે કેસ

ભટાર રોડ પર શિવ શક્તિ સોસાયટીમાં રહેતા 35 વર્ષના કવિતાબેન વિજયભાઈ સોનવણે શનિવારે મોડી રાત્રે અચાનક ચક્કર આવતા ઘરમાં જ  ઢળી પડ્યાં હતા. તેમને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતા. આ સિવાય વરાછા બોમ્બે માર્કેટ પાસે રેણુકા ભવન નજીક સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા 38 વર્ષના પુષ્પાબેન ધનંજયસિંહ ઠાકોર શનિવારે બપોરે ઘરમાં કામ કરતા હતા. તે સમયે તેમની અચાનક તબિયત બગડતા બેભાન થઈ ગયા હતા. જેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. આમ હાર્ટએટેકના વધી રહેલા કેસ ચિંતાનો વિષય બન્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post