સુરતઃ શહેરમાં નકલી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આ ફેક્ટરી ઓનલાઈન કપડાં વેચતા સ્ટોરમાં ચાલી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ વેબ સિરીઝથી પ્રેરિત હતા.
વેબ સિરીઝ ફર્જીમાં એક નાના શખ્ને છેતરપિંડી કરનારો દર્શાવવામાં આવ્યો છે જે નકલી નોટો બનાવીને અમીર બની જાય છે.સુરત પોલીસ અધિકારીઓએ શનિવારે સરથાણા વિસ્તારમાં આવેલી ઓફિસ પર દરોડા પાડીને 100 રૂપિયાની 2 લાખની નકલી નોટો જપ્ત કરી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. બાદમાં ચોથા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ભાડે લીધી હતી ઓફિસ
આરોપીઓએ કપડાંના ઓનલાઈન વેચાણનો ધંધો કરવાની આડમાં કોમર્શિયલ બિલ્ડીંગમાં ઓફિસ ભાડે રાખી હતી. ત્યાં તેઓ નકલી નોટો છાપતા હતા. પોલીસ ઓફિસ અને ત્યાં કામ કરતા લોકો પર ચાંપતી નજર રાખી રહ્યાં હતા, જ્યારે તેમને ત્યાં આરોપીઓ નકલી નોટો છાપતા જણાયો ત્યારે તેમણે તેમને પકડી લીધા હતા.
નોટો છાપવા માટેના ઘણા સાધનો મળી આવ્યાં
સ્થળ પરથી રાહુલ, ભાવેશ, પવન અને માસ્ટર માઇન્ડ સાગર રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાંથી નકલી નોટો સાથે નોટો છાપવાના ઘણા સાધનો મળી આવ્યાં હતા. ત્યાંથી નકલી નોટો સાથે નોટો છાપવાના ઘણા સાધનો મળી આવ્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/