સુરતથી રાજુલા જતી બસને નડ્યો અકસ્માત, 6 લોકોનાં મોત- Gujarat Post

11:23 AM Dec 17, 2024 | gujaratpost

રાજ્યમાં શિયાળામાં જીવલેણ અકસ્માતોની સંખ્યા વધી

ભાવનગર-સોમનાથ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

ભાવનગરઃ રાજ્યમાં મંગળવારની અમંગળ શરૂઆત થઈ છે. શિયાળાની સવારે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડ પર પાર્ક કરેલા ડમ્પર પાછળ સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી બસ ઘૂસી ગઈ હતી. જેમાં બસમાં સવાર 6 લોકોનાં મોત થઇ ગયા હતા.15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં હતા.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક સર્જાયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતા. હાલ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યાં છે.જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++