સુરતઃ વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો, વિધર્મી સાથે ઈન્સ્ટા પર ચેટ કરતી પુત્રીને પિતાએ ઠપકો આપતાં....Gujarat Post

11:16 AM Oct 27, 2023 | gujaratpost

(demo pic)

સુરતઃ શહેર નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 14 વર્ષની દીકરી ભણવાને બદલે આખો દિવસ મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતી હતી. તે સતત ઈન્સ્ટાગ્રામ પર સાથે ભણતા વિધર્મી તરુણ સાથે સમય પસાર કરતી હતી.આથી તેને અઢી મહિના અગાઉ સ્કૂલમાંથી એલ.સી.આપી પકડાવી દીધું હતું .તેમ છતાં તે તરુણ સાથે સંપર્કમાં રહેતી હતી. પાંચ દિવસ અગાઉ તેનો માતા સાથે ઝઘડો થતા ક્યાંક ચાલી ગઈ હતી.આ અંગે માતાએ વિધર્મી તરુણ ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 14 વર્ષીય પુત્રી નીલગીરી વિસ્તારની એક સ્કૂલમાં ધો.9 માં અભ્યાસ કરતી હતી. તે સ્કૂલમાંથી પણ બહાનું કાઢીને ચાલી જતી હતી, તેમજ જૂઠું બોલતી હતી, વિદ્યાર્થીનીની વર્તણુંક સારી ન હોવાથી તેના માતાપિતાને અઢી મહિના અગાઉ સ્કૂલે બોલાવીને એલ.સી.આપી દીધું હતું. માતાપિતાએ તેને પૂછ્યું તો તેણે કંઇ જણાવ્યું ન હતું અને ઘર છોડીને ચાલી જવાની ધમકી આપી હતી.

Trending :

ત્યાર બાદ પણ તે આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહેતી હતી, ઈન્સ્ટાગ્રામ પર સતત કોઈની સાથે વાત કરતી હોવાથી માતાપિતાએ તે મોબાઈલ ફોન મૂકીને જાય ત્યારે તે કોની સાથે વાત કરે છે તે જાણવા પ્રયાસ કર્યો હતો.પરંતુ તેમને આ વાતની ખબર પડી ન હતી.

પિતાએ થપ્પડ મારતા તેને સ્કૂલમાં અભ્યાસ કરતા લીંબાયત મીઠીખાડીના અલ્તાફ સાથે ઈન્સ્ટાગ્રામ પર વાત કરતી હોવાની કબૂલાત કરી હતી.થોડા દિવસ પહેલા ઝઘડો થતા તેની માતા સંબંધીને ત્યાં ચાલી ગઈ હતી.અડધો કલાક બાદ તેના પિતા માતાને તેડીને ઘરે પરત ફર્યાં ત્યારે પુત્રી ઘરમાં ન હતી. અલ્તાફ તેને ભગાવી ગયો હોવાની શંકા વ્યક્ત કરતી ફરિયાદ ડીંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી. જો કે, પોલીસ તપાસમાં અલ્તાફ સુરતમાં જ મળતા પોલીસે હવે આ કેસની તપાસ શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post