સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પહેલા એક સગીરને માર મારવામાં આવ્યો હતો. આ બનાવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં પીએમના રૂટ પર રિહર્સલ કરવામાં આવી રહ્યું હતુ, તે દરમિયાન એક સગીર સાયકલ લઇને આ રૂટમાં ભૂલથી ઘૂસી ગયો હતો.
આ ઘટનામાં પીએસઆઇ બી.કે.ગઢવીએ આ સગીરને માર માર્યો હતો. કિશોરને મોઢાના ભાગે ઇજાઓ થઇ છે, આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીએ આ પીએસઆઇને પાછા મોરબી મોકલી દીધા છે, તેઓ મોરબી પોલીસમાં ફરજ બજાવે છે અને બંદોબસ્તમાં સુરત આવ્યાં હતા અને તેમને સગીરને માર માર્યો હતો.
પીએસઆઇ ગઢવીનો પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ પાઠવવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ સુરતના લોકોમાં પણ આ પોલીસકર્મી સામે રોષ વ્યાપી ગયો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મોરબીનાં પોલીસ અધિક્ષકશ્રી દ્વારા
— Surat City Police (@CP_SuratCity) March 7, 2025
પોસઇ બી.કે. ગઢવી સામે સખ્ત પગલા લેવામાં આવ્યા છે અને એમનાં પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ પાઠવવામાં આવી છે ! pic.twitter.com/6AJsatv154