સુરતમાં ફલેટમાંથી ઝડપાયું કુટણખાનું, કઢંગી હાલતમાં બે લોકો પકડાયા- Gujarat Post

10:27 AM Oct 10, 2023 | gujaratpost

(પ્રતિકાત્મક ફોટો)

સુરત: ક્રાઈમ બ્રાન્ચના ઇન્વેસ્ટિગેટિવ યુનીટસ ફોર ક્રાઈમ અગેઈન્સ્ટ વુમનસેલે કુટણખાણું ઝડપી પાડ્યું છે. ઉમરા પોલીસની હદમાં ઈચ્છાનાથ નહેરુનગરની પાછળ શિવમ એપાર્ટમેન્ટના ભાડાના ફ્લેટમાં ધમધમતું કુટણખાનું ઝડપીને દિલ્હી, મુંબઈ, કોલકત્તા, સિમલાની ચાર લલનાઓને મુક્ત કરાવી હતી. પોલીસે બાતમીને આધારે ઈચ્છાનાથ સોમનાથ મહાદેવ નહેરુનગરની પાછળ શિવમ એપાર્ટમેન્ટના પહેલા માળે ફ્લેટ નં.ડી/04 માં એક ડમી ગ્રાહક મોકલીને ખરાઈ કરી હતી કે ત્યાં કુટણખાનું ધમધમે છે. જે બાદ રેડ કરીને સંચાલક રાજુભાઈ ખોડાભાઈ મીઠાપરા,  મેનેજર ગંગારામ ધનીરામ ગોસ્વામી, એજન્ટ હિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમાર અને વિકાસ કિશોરજી ગીરીને ઝડપી લીધા હતા.

ફ્લેટમાંથી કોલકત્તા, સિમલાની બે લલનાઓ કઢંગી હાલતમાં જયારે દિલ્હી, મુંબઈની બે લલનાઓ હોલમાં બેસી હતી.પોલીસે શરીર સુખ માણવા આવેલા ચાર ગ્રાહકો અંકિત અશોકભાઈ કુંભાણી, ભૌતિક ભુપેન્દ્રભાઈ દેવાણી, ચેતિલાલ ઉર્ફે છેકીતાન માધવજીભાઈ બોરડ, દિવ્યેશ મનુભાઈ પરમારને ઝડપી પાડીને ફ્લેટમાંથી રોકડા રૂ.14 હજાર, નવ મોબાઈલ ફોન, 42 કોન્ડોમના પેકેટ મળીે કુલ રૂ.1.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Trending :

મેનેજર ગંગારામની પૂછપરછ કરતા તેણે કહ્યું કે, તેના શેઠ જયેશ કાઠીયાવાડી, રાજ અને રાહુલે ફ્લેટના માલિક મહેશભાઇ પાસેથી ફ્લેટ ભાડે રાખીને અહીં કુટણખાનું શરૂ કર્યું હતું.તે ગ્રાહક પાસે રૂ.5 હજાર લઈ લલનાઓની વ્યવસ્થા કરી આપતો હતો,તેમાંથી રૂ.2 હજાર તે લલનાને ગ્રાહક દીઠ આપતો હતો.આ અંગે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post