+

અમરનાથ યાત્રામાં ભૂસ્ખલનથી સુરતના મહિલાનું મોત, અમેરિકાથી થોડા દિવસ પહેલા જ આવ્યાં હતા- Gujarat Post

સુરતઃ અમરનાથ યાત્રામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતીના મોતના અહેવાલ આવ્યાં છે. મૂળ સુરતના અને છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં પરિવાર સાથે રહેતા ઉર્મિલા

સુરતઃ અમરનાથ યાત્રામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતીના મોતના અહેવાલ આવ્યાં છે. મૂળ સુરતના અને છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં પરિવાર સાથે રહેતા ઉર્મિલાબેન મોદીનું ભૂસ્ખલન દરમિયાન માથા પર મોટો પથ્થર પડતા મૃત્યું થયુ હતું.

અમરનાથ યાત્રા દરમિયાન ઉર્મિલાબેનનું પથ્થર પડવાથી મૃત્યું થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. મૃતક ઉર્મિલાબેન અને તેમના પતિ ગીરીશભાઈ મોદી છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહે છે અને તેઓને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો જે બધા પણ અમેરિકામાં જ રહે છે. હજુ દોઢ મહિના પહેલા જ છ મહિના માટે ગીરીશભાઈ મોદી અને તેમના પત્ની ઉર્મિલાબેન મોદી પોતના સુરતના કામરેજ વતન ખાતે આવ્યાં હતા.

બંનેએ અમરનાથ યાત્રાએ જવાનું નક્કી કર્યુ હતું અને 5 જૂલાઈના રોજ કામરેજથી અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. ગઈકાલે સાંજે ભૂસ્ખલન દરમિયાન પથ્થર માથામાં વાગતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું.

જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યાં અનુસાર મૃતક ઉર્મિલાબેનની ઉમર 53 વર્ષ હતી.આ ભૂસ્ખલનની ઘટનામાં બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. હાલ મૃતદેહને અમરનાથથી સુરત લઈ આવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમના મોતથી પરિવાર શોકમગ્ન થઇ ગયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

Trending :
facebook twitter