વધુ એક હાર્ટએટેક, સુરતમાં સાળો બાઇક ચલાવતો હતો, પાછળ બેઠેલા બનેવીને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ ઢળી પડ્યાં- Gujarat Post

09:34 PM Jun 10, 2023 | gujaratpost

પ્રતિકાત્મક ફોટો

સુરતઃ યુવાનોમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. સુરતમાં મોટા વરાછા ફાયર સ્ટેશન નજીક ચાલુ બાઇક પર 35 વર્ષીય યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં ઢળી પડ્યો હતો. જેને સારવાર માટે તેમનો સાળો હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ઉત્રાણ કૃષ્ણપાર્ક સોસાયટીમાં રહેતા 35 વર્ષીય શંકર મધુદાસ વૈષ્ણવ અને તેમનો સાળો સાથે ભંગારનો ધંધો કરતા હતા. સાળો અને બનેવી ધંધા માટે નીકળ્યાં હતા, ત્યારે મોટા વરાછા ફાયર સ્ટેશન નજીક પાછળ બેઠેલા બનેવી શંકર વૈષ્ણવને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેણે સાળાને હોસ્પિટલમાં લઇ જવાની વાત કરી હતી. સાળાએ બાઇક ઉભી રાખતાં તેઓ ઢળી પડ્યાં હત. ત્યાંથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.

Trending :

સુરતમાં થોડા દિવસ પહેલા એક જ સોસાયટીમાં રહેતા બે લોકોના હાર્ટ અટેકને કારણે મોત થયા હતા. 18 વર્ષીય કમલેશ નામના યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. કમલેશને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 45 વર્ષીય રિક્ષા ચાલકનું પણ હાર્ટ અટેકથી મોત થયુ હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post