+

સુરતમાં ગજેરા બંધુઓની લક્ષ્મી ડાયમંડ કંપની પર ઇન્કમટેક્સના દરોડા - Gujarat Post

કરોડોના હવાલા અને રિયલ એસ્ટેટ સોદા રડારમાં હવાલા કનેક્શનની આશંકા, વસંત ગજેરા સહિત અનેક હસ્તીઓને ત્યાં તપાસ ગજેરા ગ્રુપની અનેક રહેણાંક સ્કીમો અને સ્કૂલો છે  સુરતઃ લક્ષ્મી ડાયમંડ ગ્રુ

કરોડોના હવાલા અને રિયલ એસ્ટેટ સોદા રડારમાં

હવાલા કનેક્શનની આશંકા, વસંત ગજેરા સહિત અનેક હસ્તીઓને ત્યાં તપાસ

ગજેરા ગ્રુપની અનેક રહેણાંક સ્કીમો અને સ્કૂલો છે 

સુરતઃ લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર આવકવેરા વિભાગે (IT) વહેલી સવારથી જ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આ રેડને પગલે શહેરના હીરા બજાર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ડર ફેલાઇ ગયો છે.

મળતી વિગતો મુજબ, આવકવેરા વિભાગ દ્વારા ગજેરા પરિવારના નિવાસસ્થાન અને ઓફિસો સહિતના વિવિધ ઠેકાણાઓ પર તપાસ ચાલી રહી છે. વિભાગને આ ગ્રુપ દ્વારા મોટા પાયે હવાલા નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની અને રિયલ એસ્ટેટના સોદાઓમાં મોટા પાયે કરચોરી થઈ હોવાની આશંકા છે. આ તપાસમાં મિલકતના દસ્તાવેજો અને નાણાકીય લેવડ-દેવડના કાચા લખાણો જપ્ત કરવામાં આવ્યા હોવાનું મનાય છે.

વસંત ગજેરા અને ચુનીભાઇ ગજેરા સહિતના અનેક લોકોને ત્યાં આઇટીની તપાસ ચાલી રહી છે, તપાસને અંતે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી શકે છે.

facebook twitter