નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post

10:16 PM Apr 26, 2024 | gujaratpost

સુરતઃ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણી સામે પાર્ટીએ મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. લોકસભાના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીનું નામાંકન 21 એપ્રિલના રોજ રદ્દ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં તથ્યોની નોંધ લેતા કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટી સાથે તમારી મિલીભગતની સ્થિતિ સ્પષ્ટ છે અને શિસ્ત સમિતિએ તમને હાજર થવા અને તમારો કેસ રજૂ કરવાનો સમય આપ્યો હતો. પરંતુ તેઓ હાજર થયા નહીં

પાર્ટીએ કહ્યું કે તમે નાટકીય રીતે ગાયબ થઈ ગયા, તેથી કોંગ્રેસ પાર્ટીએ તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ કોંગ્રેસના ઘણા નેતાઓએ કહ્યું હતુ કે નિલેશ કુંભાણીએ ભાજપ સાથે હાથ મિલાવ્યાં હતા અને ભાજપના ઉમેદવારને બિનહરીફ જીતવામાં મદદ કરી હતી. જેમાં મુકેશ દલાલ બિનહરીફ રીતે અહીથી ચૂંટાઇ આવ્યાં હતા.

નિલેશ કુંભાણીનું ફોર્મ નામંજૂર થયા બાદ અને બાકીના ઉમેદવારોના નામ પાછા ખેંચાયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પાર્ટીના સંપર્કમાં નથી. હાલમાં જ સમાચાર સામે આવ્યાં હતા કે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. આ સમાચાર આવ્યાં બાદ કોંગ્રેસના કેટલાક નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે નિલેશ કુંભાણીએ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને જીતવામાં મદદ કરી હતી. હવે શિસ્ત સમિતિએ નિલેશ કુંભાણીને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post


 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526