+

સુરતમાં તલાટી કમમંત્રી સહિત બે કર્મચારીઓ ACB ના સંકજામાં આવ્યાં, નામ ફેર બદલ કરવા માટે માંગી હતી લાંચ

સુરતઃ ફરીયાદીએ કરંજ ગામે મિલકત ખરીદી હતી. જે મિલકતમાં પોતાનું નામ દાખલ કરવા માટે મિલકત નામ ફેરનું ફોર્મ ભર્યું હતું. જે બાબતે કરંજ ગ્રામ પંચાયતમાં તપાસ કરતા આરોપી જીજ્ઞેશકુમાર પ્રફુલભાઇ પટેલ, તલાટી- ક

સુરતઃ ફરીયાદીએ કરંજ ગામે મિલકત ખરીદી હતી. જે મિલકતમાં પોતાનું નામ દાખલ કરવા માટે મિલકત નામ ફેરનું ફોર્મ ભર્યું હતું. જે બાબતે કરંજ ગ્રામ પંચાયતમાં તપાસ કરતા આરોપી જીજ્ઞેશકુમાર પ્રફુલભાઇ પટેલ, તલાટી- કમમંત્રી વર્ગ-3, કરંજ ગ્રામ પંચાયત અને પ્રિતેશ ઉર્ફે પીન્ટુ મણીલાલ વસાવા, કોમ્પ્યુટર ઓપરેટરે મિલકતમાં નામ ફેર કરવાના અવેજ પેટે પ્રથમ રૂ.5000 લાંચની માંગણી કરી હતી.

જે રકઝકનાં રૂ.3500 ની લાંચ આપવાનું નક્કી કરેલ હતું. પરંતુ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેના આઘારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આરોપી જીજ્ઞેશ અને પ્રિતેશે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ તલાટી કમમંત્રીની ઓફિસ કરંજ ગ્રામ પંચાયતમાં સ્વીકારતા પકડાઇ ગયા હતા.

ટ્રેપીંગ અધિકારી: કે.આર.સક્સેના, પોલીસ ઇન્સ્પેક્ટર, ફિલ્ડ તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ

(તમે પણ આવા લાંચિયા કર્મચારીઓને સબક શીખવવા માટે ટોલ ફ્રી નં 1064 પર કોલ કરીને ફરિયાદ કરી શકો છો.)

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter