+

Crime News: સુરતમાં પરપ્રાંતીય યુવકે ગે એપ ડાઉનલોડ કરી, બે યુવકોએ મળવા બોલાવ્યો અને પછી...Gujarat Post

(demo pic) Latest Surat News: સુરતમાં રહેતા એક પરપ્રાંતીય યુવકને ગે એપ ડાઉનલોડ કરવી ભારે પડી છે. વરાછા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમજીવી પરિણીત યુવાનનો ગે એપ મારફતે સંપર્ક કરીને મળવા બોલાવી બાદમ

(demo pic)

Latest Surat News: સુરતમાં રહેતા એક પરપ્રાંતીય યુવકને ગે એપ ડાઉનલોડ કરવી ભારે પડી છે. વરાછા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમજીવી પરિણીત યુવાનનો ગે એપ મારફતે સંપર્ક કરીને મળવા બોલાવી બાદમાં તેને ધમકાવીને શખ્સોએ રૂ.17,110 બળજબરીથી ટ્રાન્સફર કરાવી લીધા હતા. ભોગ બનેલા યુવાને આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે લબરમુછીયા રત્નકલાકારોની ધરપકડ કરી હતી.

મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને છેલ્લા ચાર મહિનાથી પત્ની સાથે સુરતના વરાછા વિસ્તારમાં રહેતો 26 વર્ષીય યુવક એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલા તેણે ગે એપ ડાઉનલોડ કરી હતી અને તેમાં મિત્રો સાથે ચેટીંગ કરતો હતો. પાંચેક દિવસથી તે જેની સાથે સતત વાત કરતો હતો તે યુવકે તેને મોબાઈલ નંબર આપી ફોન કરવા કહ્યું હતું. જેથી તેણે રાત્રે બે વાગ્યે ફોન કર્યો હતો અને મળવા આવવા કહ્યું હતું જોકે, તે સમયે નોકરી ઉપર હોવાથી ગયો ન હતો.

બીજા દિવસે યુવક તેને મળવા વરાછા મારૂતિ ચોક ગોપાલ શૂઝ પાસે પહોંચ્યો હતો. ત્યાંથી તેને ઘનશ્યામનગરમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં  રૂમમાં ત્રણ યુવાનો ધસી આવ્યાં હતા અને કેમ આવ્યો છે ? શું કરો છો કહીને ધમકાવીને પાકીટ માંગ્યું હતું. યુવક પાસે પાકીટ ન હોવાથી તેનો મોબાઇલ ફોન લઇને પાસવર્ડ જાણી લીધો હતો.

જે બાદ ગુગલ પેનો પાસવર્ડ પણ મેળવી લીધો હતો. થોડીવારમાં ફોન સ્વીચ ઓફ કરીને આપી દીધો હતો. જે બાદ તેણે ફોન ચાલુ કરીને ચેક કરતાં રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું. યુવકે બનાવ અંગે તેની પત્ની અને કારખાના માલિકને વાત કરી હતી.જે બાદ પોલીસ ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીઓને પકડી લીધા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter