+

સુરતઃ ફટાકડાનો ગંધક સળગાવી રહેલો કિશોર ગંભીર રીતે દાઝ્યો- Gujarat Post

સુરત: શહેરમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. મોરા ટેકરામાં ફટાકડાનો ગંધક સળગાવતા કિશોર ગંભીર રીતે દાઝ્યો હતો. બે ફટાકડા નહીં ફૂટતા ગંધક ભેગી કરીને સળગાવી હતી, જેમાં અચાનક ભડકો થતાં મોઢાના

સુરત: શહેરમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. મોરા ટેકરામાં ફટાકડાનો ગંધક સળગાવતા કિશોર ગંભીર રીતે દાઝ્યો હતો. બે ફટાકડા નહીં ફૂટતા ગંધક ભેગી કરીને સળગાવી હતી, જેમાં અચાનક ભડકો થતાં મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે વાલીઓએ દિવાળીના સમયમાં તેમના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, ગમે ત્યારે અનિચ્છીય બનાવ બની શકે છે.

બીજી તરફ સુરત રેલવે સ્ટેશને દિવાળીના તહેવારની રજાઓના પગલે શનિવારે ભારે ભીડ જોવા મળી હતી અને ભીડને કારણે ધક્કામુક્કી થતા એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે ત્રણ લોકો બેભાન થઈ ગયા હતા. છપરા જતી ગંગા એક્સપ્રેસ ટ્રેન જ્યારે સુરતના રેલવે સ્ટેશને પહોંચી ત્યારે એક સાથે જ લોકો ટ્રેનમાં ચઢતી વખતે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ધક્કામુક્કીમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો જ્યારે ત્રણ લોકો બેભાન થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

રેલવે સ્ટેશન પર ભારે ભીડ હોવાથી કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો પણ ટ્રેનમાં ચડી શક્યા ન હતા. ટ્રેન પકડવામાં મુસાફરો ઊમટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી, જેમાં અનેક લોકો ભીડમાં દબાઈ ગયા હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જો કે પોલીસકર્મીઓ તાત્કાલિક ધોરણે બેભાન થયેલા લોકોની મદદે આવી પહોંચ્યાં હતા અને પાણી છાંટીને, માઉથ બ્રિધિગ આપીને જીવ બચાવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter