+

સુરતઃ આર્થિક સંકડામણથી હીરા કારખાનેદાર અને ટેક્સટાઇલ માર્કેટના વેપારીએ જીવન ટૂંકાવ્યું- Gujarat Post

(આપઘાત કરનારા કાપડના વેપારીની ફાઈલ તસવીર) સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં બે લોકોએ આર્થિક સંકડામણથી આપઘાત કર્યો હતો. હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી છવવાયેલા મંદીના વાદળોએ વેપાર ધંધાને માઠી અસર પહોંચા

(આપઘાત કરનારા કાપડના વેપારીની ફાઈલ તસવીર)

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં બે લોકોએ આર્થિક સંકડામણથી આપઘાત કર્યો હતો. હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી છવવાયેલા મંદીના વાદળોએ વેપાર ધંધાને માઠી અસર પહોંચાડી છે. વરાછાના હીરાના કારખાનેદાર આર્થિક સંકડામણથી હતાશ થઈ  એસિડ ગટગટાવી લીધું હતું. 

વરાછાના હીરાબાગમાં આવેલા સંતલાલ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય મહેશભાઈ મકવાણા હીરાનું કારખાનું ચવાતા હતા. છેલ્લા થોડા સમયથી તેમનું કામ સારી રીતે ચાલતું ન હતું. જેથી તેઓ આર્થિક સંકડામણમાં સપડાયા હતા. જેથી તેમણે ધરમનગર રોડ પર આવેલી શાંતિકુંજ ચોપાટી પાસે એસિડ પી લી લેતા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

બીજા બનવામાં ગોડાદરા ખાતે રહેતા અને આદર્શ માર્કેટમાં કાપડનો વેપાર કરતાં વેપારી રાજેન્દ્ર રાજપૂતે આત્મહત્યા કરી લીધી હતી. તેમને લોન એજન્ટે વધુ રેટ વાળી લોન અપાવી હતી. જેથી બેંક તરફથી નાણાની ઉઘરાણી કરવામાં આવી હતી. જેનાથી કંટાળી વેપારીએ આત્મહત્યા કરી લીધી હતી.  વેપારીની સ્યૂસાઇડ નોટ પણ મળી હતી. જેમાં તેમણે બેંક તરફથી નાંણાની ઉઘરાણી થતા ઇજ્જત બચાવવા માટે આ પગલું ભરવું પડ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં આ બંંને કેસ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

facebook twitter