સુરત સામૂહિક આપઘાત કેસઃ મનિષ સોલંકી તાંત્રિકની માયાઝાળમાં ફસાયા હતા ! આ નોટ વાંચીને તમે રડી જશો- Gujarat Post

02:32 PM Oct 29, 2023 | gujaratpost

સુરતઃ પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનિષભાઇ સોલંકીએ પરિવારના 6 સભ્યો સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકે આપઘાત કરતા પહેલા દોઢ પાનાની સ્યૂસાઇડ નોટ લખી હતી. જો કે આ નોટમાં આપઘાત પાછળ કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ તેમના નજીકના લોકોએ રૂપિયા લીધા બાદ તેમને પાછા ન આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મેં હંમેશા લોકો સાથે સારું વર્તન કર્યું છે, હું લોકોને મદદરૂપ થતો હતો,પરંતુ લોકો મારી સાથે એવું પરત વર્તન કર્યું નથી.પરોપકાર, દયાળું સ્વભાવ, સત્યભાવ મને હેરાન કરી ગયું, મારી પાસે રૂપિયા લીધા પછી કોઈએ પાછા નથી આપ્યાં, ઉપકારનો બદલો કોઈ પાછો આપતો નથી, મારી જિંદગી માં મેં ઘણાને મદદ કરી છે. મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી હતી, રિટાબેન તારું ધ્યાન રાખજો. ઘનશ્યામ, જિન્નાભાઈ, બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો. જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓને કુદરત જરૂરથી પરચો આપશે. કોઈના નામ લખવામાં મને સંકોચ થશે. જીવતા પણ કોઈને હેરાન નથી કર્યાં અને મર્યાં પછી પણ કોઈને હેરાન નહીં કરીએ' રૂપિયા લીધા બાદ કોઈ પાછા ન આપતા હોવાથી આર્થિક તંગીથી કંટાળીને આ પગલું ભર્યું છે.

મૃતક મનિષભાઇ સોલંકીનો અઘોરી બાવાના આશીર્વાદ લેતો વીડિયો પણ આવ્યો સામે છે. મૃતક મનિષભાઇ સોલંકી તાંત્રિકની માયાજાળમાં ફસાયા હોવાની પણ આશંકા છે. અઘોરી બાવા સાથેનો વીડિયો સામે આવતા પોલીસે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તાંત્રિક વિધિના મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

Trending :