+

સુરતના માંગરોળ દુષ્કર્મ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ગુજરાતમાંથી ભાગવાની ફિરાકમાં હતો- Gujarat Post

નવરાત્રીની ઉજવણી દરમિયાન સુરતની ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં સુરત દુષ્કર્મ કેસના એક આરોપીનું ગઈકાલે મોત થયું હતું Latest Surat Case: સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમ

નવરાત્રીની ઉજવણી દરમિયાન સુરતની ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં

સુરત દુષ્કર્મ કેસના એક આરોપીનું ગઈકાલે મોત થયું હતું

Latest Surat Case: સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. આ દુષ્કર્મ કેસના વધુ એક આરોપીની સાબરમતી રેલવે પોલીસે રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરી લીધી છે. અગાઉ દુષ્કર્મ કેસના બે આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી શિવ શંકરનું મોત થયું છે. જ્યારે ત્રીજો આરોપી પોલીસથી દૂર હતો. જોકે હવે આરોપી રામ સજીવન ઉર્ફે રાજુની ધરપકડ કરી લેવામાં આવી છે.

અમદાવાદ રેલવે પોલીસે સાબરમતી રેલવે સ્ટેશનેથી રામ સજીવનની ધરપકડ લીધી છે. તે ગુજરાત છોડીને ભાગી જવાની ફીરાકમાં હતો.  મુંબઈ અજમેર ટ્રેનમાં રાજસ્થાન જતો હોવાની માહિતી મળી હતી. તેને આધારે રેલવે એલ.સી.બી. અમદાવાદે જાણ કરતાં રેલવે એલ.સી.બી. પી. આઇ. હાર્દિક શ્રીમાળી અને તેમની ટીમે અમદાવાદ સાબરમતી ખાતેથી ટ્રેનમાંથી દબોચી લીધો હતો. પોલીસે તેને સુરત ખાતે લાવવાની તજવીજ શરૂ કરી દીધી છે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter