+

સુરતમાં શરબતમાં ઘેનયુક્ત પદાર્થ ભેળવીને લૂંટ ચલાવતી રીક્ષા ટોળકીથી સાવધાન રહેજો- Gujarat Post

સુરતઃ શહેરના ભેસ્તાન ખાતે ઘેનયુક્ત પદાર્થ પીવડાવીને લૂંટારું રીક્ષા ટોળકીએ બે યુવકોનો લૂંટી લીધા હતા. લીંબુ શરબતમાં ઘેનયુક્ત પદાર્થ મીક્સ કરીને પીવડાવી બે યુવકો પાસેથી રોકડ અને બે મોબાઈલની લૂંટ ચલાવી

સુરતઃ શહેરના ભેસ્તાન ખાતે ઘેનયુક્ત પદાર્થ પીવડાવીને લૂંટારું રીક્ષા ટોળકીએ બે યુવકોનો લૂંટી લીધા હતા. લીંબુ શરબતમાં ઘેનયુક્ત પદાર્થ મીક્સ કરીને પીવડાવી બે યુવકો પાસેથી રોકડ અને બે મોબાઈલની લૂંટ ચલાવી રીક્ષા ટોળકી ફરાર થઈ ગઈ હતી.

ઉધના ખાતે ભેસ્તાન નગરમાં રહેતા 27 વર્ષીય નિયાજુદીન અકરમ શેખ તથા લિંબાયતના છત્રપતિ શિવાજીનગમરાં રહેતા  37 વર્ષીય યશવંત ભીખાભાઈ કમુંડે ભેસ્તાન ચોકડી પાસે કામની શોધમાં ઉભા હતા.તે સમયે રીક્ષામાં અજાણ્યા ઈસમો આવ્યાં હતા અને તેમને કામ આપવાના બહાને ગોલ્ડન આવાસ ભેસ્તાન મસ્જિદ પાસે લઈ ગયા હતા.જ્યાં તેમને સારી વાતો કરીને ઘેનયુક્ત લીંબુ શરબત પીવડાવી બેભાન કર્યાં હતા.

જે બાદ યશવંતા પાસેથી અંદાજે 25 હજાર રોકડા, એક મોબાઈલ તેમજ નિયાજુદીન પાસેના 15 હજાર રૂપિયા રોકડા અને મોબાઈલની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જે બાદ બંને શ્રમજીવીઓને અર્ધબેભાન હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter