+

જાણો, સુરતમાં 5 લોકોને કારની અડફેટે લેનારા સાજન પટેલે શું કહ્યું ? CCTV આવ્યાં સામે - Gujarat Post

સુરતઃ રાજ્યમાં નબીરાઓ બેફામ છે, અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદ ઈસ્કોન બ્રિજ ઘટના બાદ પણ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં રાત્રે ફરી એક નબીરાએ બેફામ કાર ચલાવીને બાઈક ચાલક અને રાહદારીને

સુરતઃ રાજ્યમાં નબીરાઓ બેફામ છે, અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદ ઈસ્કોન બ્રિજ ઘટના બાદ પણ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં રાત્રે ફરી એક નબીરાએ બેફામ કાર ચલાવીને બાઈક ચાલક અને રાહદારીને અડફેટે લીધા હતા.કારની અડફેટે આવતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સુરતના કાપોદ્રામાં ગત રાત્રે નબીરાએ મુદ્રા સોસાયટી પાસે પુરપાટ કાર હંકારીને ત્રણ બાઈક સવાર અને 2 રાહદારીઓને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક 20 ફૂટ સુધી ઢસડ્યા હતો.કાર સવાર સાજન ઉર્ફે સન્ની પટેલે પુરપાટ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં વિવેક, કિશન હીરપરા, ઋષિત અને યશ નામના યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. કારચાલક નશામાં હોવાની શંકા થઈ હતી તેમજ લોકોએ તેને મેથી પાક ચખાડ્યા બાદ પોલીસને સોંપ્યો હતો. આરોપીએ BRTS રૂટમાં પુરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જયો હતો.

રાત્રિના સમયે અકસ્માત સર્જનાર નબીરા સાજન ઉર્ફે સન્ની પટેલે કહ્યું કે અમે 40-50 જ ની સ્પીડમાં હતા એ લોકો, અચાનક જ આવી ગયા, જેમાં પબ્લિક મને માર મારતી હતી જેથી મે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. બે ટુવ્હીલર વાળા હતા. આ સાથે તેણે કહ્યું કે, હું ગાડી લે-વેચનો ધંધો કરું છું. મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ખાલી  તેને મળવા ગયેલો, મને માર મારતા 10 ટાંકા આવ્યાં હતા. બીજા કોઇને ઇજા નથી થઇ. હું સીધો જતો હતો અને એ ક્રોસમાં જતા હતા.

કાપોદ્રામાં રાત્રે નબીરાએ બેફામ સ્પીડે GJ 05 RN 9995 નંબરની સ્વીફ્ટ કાર ચલાવી 5 લોકોને અડફેટે લીધા હતા. સ્નેહમુદ્રા સોસાયટી પાસે રાત્રે કારચાલક બેફામ બન્યો હતો. જો કે હવે આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં બેફામ જતી કાર વાહનચાલકોને ઉડાવ્યાં હોવાનું દેખાઈ રહ્યું છે. ઓવર સ્પીડમાં જતી કારે યુવાનોને અડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter