નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યાં છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે, અરવિંદ કેજરીવાલે મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેના પર ઘણી ચર્ચા થઈ હતી. ઇડી અને અરવિંદ કેજરીવાલના વકીલોની તમામ દલીલો સાંભળ્યાં બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, જે આજે સંભળાવવામાં આવ્યો હતો.હવે કેજરીવાલે જેલમાંથી બહાર આવીને મોદી સરકાર પર પ્રહાર કર્યાં હતા, તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ આવ્યાં હતા. કેજરીવાલે કહ્યું કે આપણે દેશને સરમુખત્યારોથી બચાવવાનો છે.
ઉજવણીમાં ડૂબ્યા AAP ના કાર્યકરો
સીએમ અરવિંદ કેજરીવાલ પરના કોર્ટના નિર્ણય બાદ આમ આદમી પાર્ટીએ પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા હતા અને તેઓ કેજરીવાલના સ્વાગતમાં લાગી ગયા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526