+

સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ, જાણો શું છે આખો મામલો ?

હૈદરાબાદઃ આ દિવસોમાં અલ્લુ અર્જુન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા 2: ધ રૂલની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. અભિનેતાની ફિલ્મે વિશ્વભરમાં રૂ. 1,000 કરોડના બિઝનેસનો આંકડો પાર કરી લીધો છે. અભિનેતા વિ

હૈદરાબાદઃ આ દિવસોમાં અલ્લુ અર્જુન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા 2: ધ રૂલની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. અભિનેતાની ફિલ્મે વિશ્વભરમાં રૂ. 1,000 કરોડના બિઝનેસનો આંકડો પાર કરી લીધો છે. અભિનેતા વિશે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યાં છે. ટોલીવુડ સુપરસ્ટાર સંધ્યા થિયેટરમાં મહિલાના મોતના મામલામાં પોલીસે તેની ધરપકડ કરી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને બે બાળકો ઘાયલ થયા હતા. આ કેસમાં હવે અભિનેતાની ધરપકડ કરવામાં આવી છે.

શું છે મામલો ?

પુષ્પા 2 નું પ્રીમિયર 4 ડિસેમ્બરની સવારે હૈદરાબાદના સંધ્યા થિયેટર ખાતે પુષ્પા 2: ધ રૂલની રિલીઝ પહેલા યોજાયું હતું. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ સમાચાર ફેલાતાની સાથે જ સુપરસ્ટારને જોવા માટે હજારોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી અને તેમાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ પર અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. હવે આ મામલામાં પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે.

અલ્લુ અર્જુને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ

અભિનેતા અલ્લુ અર્જુનને 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં પૂછપરછ માટે હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે.

તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

મૃતક મહિલા રેવતીના પરિવારની ફરિયાદના આધારે પોલીસે અલ્લુ અર્જુન તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધ્યો છે. ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં છે.

પીડિત પરિવારને સપોર્ટ કરતો સુપરસ્ટાર

અલ્લુ અર્જુન ઘટના બાદથી પીડિતાના પરિવારને સપોર્ટ કરી રહ્યો છે. અકસ્માત અંગે શોક વ્યક્ત કરતા સુપરસ્ટારે પીડિત પરિવારને આર્થિક મદદનું વચન પણ આપ્યું હતું. અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter