Starliner Landed: સુનીતા વિલિયમ્સને લીધા વગર જ ધરતી પર આવ્યું સ્ટારલાઇનર- Gujarat Post

02:22 PM Sep 07, 2024 | gujaratpost

સ્પેસક્રાફ્ટના કેપ્સ્યુલમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવા જોખમી

સ્ટારલાઈનરને પૃથ્વી પર પાછા ફરવા માટે છ કલાકની મુસાફરી કરવી પડી

NASA Starliner News: ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ, બૂચ વિલ્મોર હજુ પૃથ્વી પર પાછા આવી શક્યાં નથી. ઘણા દિવસોથી તેમને લઇને ગયેલું બોઇંગનું સ્ટારલાઇનર સ્પેસ સ્ટેશન પર અટવાયું હતું અને 7 સપ્ટેમ્બરના રોજ સવારે 9.31 વાગ્યે ન્યૂ મેક્સિકોના વ્હાઇટ સેન્ડ્સ સ્પેસ હાર્બર પર લેન્ડ થયું છે. સ્ટારલાઈનરે લગભગ 8.58 વાગ્યે તેનું ડીઓર્બિટ બર્ન પૂર્ણ કર્યું હતું. જે બાદ તેને જમીન પર ઉતરવામાં લગભગ 44 મીનિટનો સમય લાગ્યો હતો. તેમાં હિલીયમ લીક થયું હોવાનું સામે આવ્યું છે, જેની તપાસ નાસાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. સ્ટારલાઈનરના ઉતરાણ પછી, નાસા અને બોઈંગની ટીમ તેને ફરીથી એસેમ્બલી યુનિટમાં લઈ જશે.

ગત 5 જૂનના રોજ સ્ટારલાઈનર બંને અવકાશયાત્રીઓ સાથે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું, ત્યારે ટેકનિકલ ખામીને કારણે તે સમયસર પરત ફરી શક્યું ન હતું. નાસા (NASA) બોઇંગ સાથે મળીને સ્ટારલાઇનર બનાવનાર કંપનીએ નક્કી કર્યું કે, તેઓ સ્ટારલાઇનરમાંથી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પાછા નહીં લાવે. NASA એ તેના દ્વારા અવકાશયાત્રીઓને પરત લાવવાની વાતને જોખમી ગણી હતી, જેથી હજુ બંને અવકાશ યાત્રીઓ સ્પેસ સ્ટેશન પર જ છે.

આ અવકાશ યાત્રીઓ માત્ર 8 દિવસની યાત્રા પર હતા, પરંતુ હવે તેઓ ફેબ્રુઆરી 2025 સુધીમાં પરત ફરશે, તેવું નાસાનું કહેવું છે. હવે તેમને પૃથ્વી પર પરત લાવવા માટે નવું મિશન લોન્ચ કરવામાં આવશે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526