વોંશિગ્ટનઃ અમેરિકાના અલાબામા રાજ્યની તુસ્કેગી યુનિવર્સિટીમાં ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનામાં 16 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીનાં જણાવ્યાં અનુસાર ઘાયલ થયેલા લોકોમાંથી 12 લોકોને ગોળી વાગી હતી. આ ઘટના યુનિવર્સિટી કેમ્પસમાં બની હતી, જ્યાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો હાજર હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, ગોળીબારને કારણે યુનિવર્સિટી અને આસપાસના વિસ્તારોમાં તણાવનો માહોલ છે.
અલાબામા લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ જણાવ્યું કે મોન્ટગોમેરીના 25 વર્ષીય જેક્વેઝ મિરિકને ગોળીબારની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી હેન્ડગન મળી આવી હતી. મિરિક પર મશીનગન રાખવાના ફેડરલ આરોપો લાગ્યાં છે. મૃત્યુ પામનાર 18 વર્ષીય વ્યક્તિ યુનિવર્સિટીનો વિદ્યાર્થી ન હતો, પરંતુ ઘાયલોમાં કેટલાક વિદ્યાર્થીઓ હતા
તુસ્કેગી યુનિવર્સિટી દ્રારા વર્ગો રદ કરવામાં આવ્યાં છે. યુનિવર્સિટીએ એક નિવેદનમાં જણાવ્યું કે પીડિતાના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. ઘણા ઘાયલોને ઓપેલિકાના પૂર્વ અલાબામા મેડિકલ સેન્ટર અને મોન્ટગોમેરીની બેપ્ટિસ્ટ સાઉથ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
તુસ્કેગી શહેર પોલીસના જણાવ્યાં અનુસાર ઇજાગ્રસ્તોમાં એક યુવતી વિદ્યાર્થીનીને પેટમાં ગોળી વાગી હતી અને એક યુવક વિદ્યાર્થીને હાથમાં ગોળી વાગી છે. આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++