+

પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું, અમિત નાયક પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ

અમદાવાદઃ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. હવે આ હારની નૈતિક જવાબદારી સ્વીકારીને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીના

અમદાવાદઃ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. હવે આ હારની નૈતિક જવાબદારી સ્વીકારીને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચનાથી કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પેટાચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે. વિસાવદર અને કડીના પરિણામને શક્તિસિંહ ગોહિલે આઘાતજનક ગણાવ્યાં છે. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. 

કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા 98836 મતે વિજય થયો છે અને કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાની 59932 વોટ મળ્યાં છે. જ્યારે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 75906 મતે વિજય થયો છે, ભાજપના કિરીટ પટેલ 58325 મત મળ્યાં છે. કોંગ્રસના નીતિન રાણપરિયાને 5491 વોટ મળ્યા છે. ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત વિધાનસભામાં પહોંચશે.

બીજી તરફ અમિત નાયક પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાના પુરાવા રાષ્ટ્રીય અધ્યક્ષને સોંપાયા બાદ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે તેમણે સોશિયલ મીડિયામાં આતંરિક બાબતો અંગે નકારાત્મક પોસ્ટ કરી હોવાથી પણ કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter