નર્મદા ડેમની સપાટી 135 મીટરને પાર, છલકાવાથી માત્ર 3 મીટર દૂર- Gujarat Post

10:30 AM Aug 12, 2024 | gujaratpost

Sardar Sarovar Narmada Dam: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી આ સિઝનમાં પહેલીવાર 135.61 મીટર પર પહોંચી છે. નર્મદા નદીમાં ઉપરવાસમાંથી 2,73,900 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 3828.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ નર્મદા ડેમ 88 ટકા ભરાયો છે. હવે સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર ત્રણ મીટર જેટલો જ દૂર છે. નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યાં છે. તો બીજી બાજુ આ દરવાજા ખોલાતા આસપાસના તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

ડેમમાંથી પાણી છોડાતા સલામતી અને સાવચેતીના ભાગરુપે વડોદરા, નર્મદા અને ભરુચ જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.  તંત્રની તકેદારી સાથે નદી કાંઠે પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ પણ ગોઠવી દેવાયો છે. 25 ગામડાઓના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે.

ઉપરાંત આ ગામડાઓના તલાટી અને તાલુકના પ્રાંત અધિકારીને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તેને લઈને યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526