+

ગૌતમ અદાણી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવાની થઈ પુષ્ટિ, યુએસ કોર્ટના આદેશ પર અનસીલ

વોંશિગ્ટનઃ અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સંબંધિત કેસમાં અમેરિકામાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવાની પુષ્ટિ થઈ છે. અમેરિકન કોર્ટના આદેશ પર આ વોરંટ અનસીલ પણ કરવામાં આવ્યું છે. ગૌતમ અદાણી વિરૂદ્ધ

વોંશિગ્ટનઃ અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સંબંધિત કેસમાં અમેરિકામાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવાની પુષ્ટિ થઈ છે. અમેરિકન કોર્ટના આદેશ પર આ વોરંટ અનસીલ પણ કરવામાં આવ્યું છે.

ગૌતમ અદાણી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે અને અમેરિકી કોર્ટે તેને ખોલ્યું છે. વોરંટને અનસીલ કરવામાં આવ્યું છે જેથી કરીને આ દસ્તાવેજો વિદેશી કાયદાના અમલીકરણને પ્રદાન કરી શકાય. યુએસ કોર્ટના જજ રોબર્ટ એમ. લેવીએ 31 ઓક્ટોબર, 2024ના રોજ આ વોરંટ ખોલવાનો આદેશ આપ્યો હતો.

ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લાના યુએસ એટર્નીએ ધરપકડ વોરંટ ખોલવા માટે અરજી દાખલ કરી હતી. અરજીમાં ગૌતમ અદાણી સામેના કેસને આંશિક રીતે અનસીલ કરવાની અને વિદેશી કાયદાના અમલીકરણ માટે આ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાના હેતુસર ધરપકડ વોરંટ ખોલવાની માંગ કરવામાં આવી હતી.

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને એસઈસીએ આરોપ લગાવ્યો છે કે અદાણીએ તેમની કંપની અદાણી ગ્રીન એનર્જી માટે સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચની ઓફર કરી હતી.

યુએસમાં ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગૌતમ અદાણીની કંપની પર યુએસમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો અને સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને મોટી લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter