હું દુર્ઘટનાથી દુ:ખી છું, 121 લોકોનાં જીવ ગયા પછી પહેલી વાર મીડિયા સમક્ષ આવ્યાં બાબા સૂરજપાલ

08:19 PM Jul 06, 2024 | gujaratpost

ઉત્તર પ્રદેશઃ હાથરસમાં 121 લોકોનાં મોત બાદ ફરાર સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર વિશ્વ હરી પહેલીવાર મીડિયા સામે આવ્યાં છે. તેમણે કહ્યું કે 2 જુલાઈની ઘટના બાદ અમે ખૂબ જ વ્યથિત છીએ. ભગવાન તમને આ દુ:ખની ઘડીને પાર કરવાની શક્તિ આપે. તમામ સરકારી વહીવટમાં વિશ્વાસ જાળવી રાખો. અમને વિશ્વાસ છે કે જે કોઈએ મુશ્કેલી ઉભી કરી છે તેને બક્ષવામાં આવશે નહીં.

સૂરજ પાલે તેમના નિવેદનમાં કહ્યું કે અમે અમારા વકીલ ડૉ. એ.પી. સિંહ દ્વારા સમિતિના મહાપુરુષોને વિનંતી કરી છે કે તેઓ તેમના તન, મન અને ધન સાથે મૃતકોના પરિવારો અને સારવાર લઇ રહેલા લોકો સાથે ઊભા રહે. જેનો દરેકે સ્વીકાર કર્યો છે અને દરેક વ્યક્તિ આ જવાબદારી પણ નિભાવી રહ્યાં છે. અત્યારે માધ્યમ એ જ છે. દરેકને શાણપણ અને સદબુદ્ધિ મળે તેવી શુભેચ્છા. સમગ્ર બ્રહ્માંડમાં નારાયણ સાકર હરિની સદા જય-જયકાર.

હાથરસની ઘટનામાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા 7 પર પહોંચી

ગયા મંગળવારે હાથરસમાં થયેલી નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યાં હતા. બાબા સૂરજપાલના સેવકો અને સત્સંગના આયોજકો વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે. 7 લોકો પકડાઈ ચૂક્યાં છે, અત્યાર સુધી ફરાર મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરની શુક્રવારે સાંજે ધરપકડ કરવામાં આવી છે.

દેવ પ્રકાશ મધુકર બાબાના ખાસ છે

હાથરસ કાર્યક્રમના મુખ્ય આયોજક દેવ પ્રકાશ મધુકર હતા. ઉપરાંત તે બાબાના ખાસ માણસ પણ છે. અકસ્માત બાદ બાબાએ તેની સાથે ફોન પર લાંબા સમય સુધી વાત કરી હતી. નાસભાગની ઘટના બાદ દેવપ્રકાશ મધુકર ઘરે પરત ફર્યાં ન હતા. તેના પરિવારના સભ્યો પણ ગુમ છે. મધુકર વિશે એવું કહેવાય છે કે તેઓ એક સમયે જુનિયર એન્જિનિયર (JE) હતા, બાદમાં બાબા સૂરજપાલના પરમ ભક્ત બની ગયા હતા. દેવપ્રકાશ મધુકરનું ઘર સિકંદરા રાઉ વિસ્તારમાં દામાદપુરાની નવી કોલોનીમાં છે. નોંધનીય છે કે હાથરસ નાસભાગની ઘટનાની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે SITની રચના કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 90 લોકોના નિવેદન નોંધ્યા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526