+

ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે

અમદાવાદઃ 2002 ના ગુજરાતના ગોધરા વખતના રમખાણો પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ આજકાલ ચર્ચાઓમાં છે, હવે વડાપ્રધાન મોદીએ વર્ષો પછી ગોધરાકાંડને લઇને કોઇ નિવેદન આપ્યું છે, તેમને એક્સ પર લખ્યું કે સત્ય હંમે

અમદાવાદઃ 2002 ના ગુજરાતના ગોધરા વખતના રમખાણો પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ આજકાલ ચર્ચાઓમાં છે, હવે વડાપ્રધાન મોદીએ વર્ષો પછી ગોધરાકાંડને લઇને કોઇ નિવેદન આપ્યું છે, તેમને એક્સ પર લખ્યું કે સત્ય હંમેશા સામે આવે જ છે, વર્ષો પહેલા ભાજપ અને તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને રમખાણો માટે બદનામ કરી નાખવામાં આવ્યાં હતા અને વિશ્વભરમાં આ રમખાણોની વાતો પહોંચાડવામાં આવી હતી, આ મામલે વિપક્ષ કોંગ્રેસ અને કેટલાક સામાજિક સંગઠનો મોદી અને ભાજપ સામે પડ્યાં હતા.

મોદીએ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને સારી ગણાવીને લખ્યું છે કે સારી વાત છે કે સત્ય હવે બહાર આવી રહ્યું છે અને તે પણ સામાન્ય લોકો જોવે તે રીતે.

ધ સાબરમ રિપોર્ટમાં મોદી સરકારને નિર્દોષ દેખાડવામાં આવી છે

મોદીએ એક્ટર વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના વખાણ કર્યાં છે, નોંધનિય છે કે 27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરા રેલવે સ્ટેશન પર કાર સેવકોને જીવતા સળગાવી નાખવામાં આવ્યાં હતા, આ ઘટના બાદ ગુજરાતભરમાં જોરદાર રમખાણો ફાટી નીકળ્યાં હતા અને તે માટે મોદીને જવાબદાર ગણાવવામાં આવ્યાં હતા.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter