અમદાવાદઃ 2002 ના ગુજરાતના ગોધરા વખતના રમખાણો પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ આજકાલ ચર્ચાઓમાં છે, હવે વડાપ્રધાન મોદીએ વર્ષો પછી ગોધરાકાંડને લઇને કોઇ નિવેદન આપ્યું છે, તેમને એક્સ પર લખ્યું કે સત્ય હંમેશા સામે આવે જ છે, વર્ષો પહેલા ભાજપ અને તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને રમખાણો માટે બદનામ કરી નાખવામાં આવ્યાં હતા અને વિશ્વભરમાં આ રમખાણોની વાતો પહોંચાડવામાં આવી હતી, આ મામલે વિપક્ષ કોંગ્રેસ અને કેટલાક સામાજિક સંગઠનો મોદી અને ભાજપ સામે પડ્યાં હતા.
મોદીએ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને સારી ગણાવીને લખ્યું છે કે સારી વાત છે કે સત્ય હવે બહાર આવી રહ્યું છે અને તે પણ સામાન્ય લોકો જોવે તે રીતે.
ધ સાબરમ રિપોર્ટમાં મોદી સરકારને નિર્દોષ દેખાડવામાં આવી છે
મોદીએ એક્ટર વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના વખાણ કર્યાં છે, નોંધનિય છે કે 27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરા રેલવે સ્ટેશન પર કાર સેવકોને જીવતા સળગાવી નાખવામાં આવ્યાં હતા, આ ઘટના બાદ ગુજરાતભરમાં જોરદાર રમખાણો ફાટી નીકળ્યાં હતા અને તે માટે મોદીને જવાબદાર ગણાવવામાં આવ્યાં હતા.
Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.
— Narendra Modi (@narendramodi) November 17, 2024
A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/