એક જ પરિવારના સભ્યોએ ઝેરી દવા પી લીધી
સાબરકાંઠાઃ વડાલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ કોઇ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી છે. દંપતી સહિત 3 બાળકોએ ઝેરી દવા પી લેતા તેમને તાત્કિલક સારવાર અર્થે હોસ્પિટલામાં ખસેડવામાં આવ્યાં હતા. જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના મોભીનું મોત થયુ હતુ. પરિવારના અન્ય સભ્યોની સારવાર ચાલુ હતી, બાદમાં તેમાંથી પણ ત્રણ લોકોનાં મોત થઇ ગયા હતા, આમ આખો પરિવાર વેરવિખેર થઇ ગયો છે. માત્ર એક બાળકીની સારવાર ચાલી રહી છે.
અચાનક આપઘાતને પગલે પરિવારના અન્ય સગા-સંબધીઓનાં ખળભળાટ મચી ગયો છે, ઘટનાની જાણ થતા અન્ય સગાસંબંધીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, આ પરિવારે કેમ આવું પગલું ભર્યુંં છે તેની હજુ સુધી માહિતી સામે આવી નથી. હાલમાં પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/