ACB ટ્રેપઃ જાદર પોલીસ સ્ટેશનના બે કર્મીઓ રૂ.4 લાખની લાંચ લેતા ઝડપાયા, 10 લાખ રૂપિયાની કરી હતી માંગ

11:43 AM May 30, 2024 | gujaratpost

સાબરકાંઠાઃ એસીબીએ ફરીથી પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે, આ વખતે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પિયુષ રામજીભાઈ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ રમેશજી રાયચંદજી રાઠોડને રૂપિયા 4 લાખની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે.

ઇડર હિંમતનગર રોડ પર આશિષ હોટલ આવેલી છે તેની સામે આવેલા પેટ્રોલપંપની બાજુમાં આ લાંચિયાઓએ ફરિયાદીને બોલાવ્યાં હતા અને 4 લાખ રૂપિયા લીધા હતી, પરંતુ તેમને એસીબીની શંકા જતા ગાડીમાં ફરાર થઇ ગયા હતા, હવે એસીબીએ તેમની સામે કાર્યવાહી કરી છે.

ફરિયાદી સામે પોલીસ સ્ટેશનમાં ત્રણ અરજીઓ થઇ હતી, જે અરજીઓનો નિકાલ કરવા અને હેરાન ન કરવા માટે બંને પોલીસકર્મીઓએ 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ 4 લાખ રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી. પરંતુ તેઓ આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકામાં આરોપીઓ આવી ગયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526