સનસનીખેજ રૂ. 8 કરોડની લૂંટ... સુરતમાં ઇન્કમટેક્સ અધિકારીઓની ઓળખ આપીને વેપારીને લૂંટી લેવાયો

09:50 PM Feb 27, 2024 | gujaratpost

સુરતઃ શહેરમાં ક્રાઇમ રેટ હવે ઉપર જઇ રહ્યો છે, ચોરી, લૂંટ, છેતરપિંડી, હત્યાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે ઇન્કમટેક્સ અધિકારીઓની ઓળખ આપીને એક ગેંગે 8 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી છે. શહેરના કતારગામ વિસ્તારમાં હીરાના વેપારી પાસેથી 8 કરોડ રૂપિયાની રોકડની લૂંટ ચલાવાઇ છે.

પહેલા આ ગેંગના લોકો વેપારી પાસે આવ્યાં હતા અને તેઓ ઇન્કમટેક્સ વિભાગમાંથી આવે છે તેમ જણાવ્યું હતુ, બાદમાં બંદૂકની અણીએ વેપારી પાસે રહેલા રૂપિયા 8 કરોડની લૂંટ ચલાવીને તરત જ ફરાર થઇ ગયા હતા.

આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે, આસપાસના સીસીટીવીને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. લૂંટારુઓને લઇને આસપાસના લોકોની પણ પૂછપરછ થઇ રહી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post