ઓલા, ઉબેર કે રેપીડો બુક કરતા પહેલા વિચારજો, આવતીકાલથી બે દિવસ રિક્ષા ચાલકોએ કરી હડતાળની જાહેરાત

10:17 AM Jun 24, 2024 | gujaratpost

અમદાવાદઃ આવતીકાલથી બે દિવસ રિક્ષા ચાલકોએ હડતાળની જાહેરાત કરાઇ છે, ઓલા, ઉબેર અને રેપીડોમાં ચાલતી રિક્ષાના ચાલકોએ 24 અને 25 જૂને હડતાળ છે. કાલુપુર સહિત અલગ અલગ સ્થળો પર રીક્ષા ચાલકોનો વિરોધ જોવા મળ્યો હતો. પોતાની માંગના પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જેની અસર શહેરમાં જોવા મળી શકે છે.

રીક્ષા ચાલકોનું કહેવું છે કે તેમને કિમી મુજબનું ભાડું મળતું નથી અને કંપનીઓ વધુ કમિશન લઈ રહી છે. જેમની અનેક વાર રજૂઆત કરાઇ હોવા છંતા કોઈ નિર્ણય ન આવતા આખરે રિક્ષાના ચાલકોએ 24 અને 25 હડતાળની જાહેરાત કરી છે. જેને લઇને અનેક મુસાફરોએ પરેશાન થવાનો વારો આવી શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526