અધિકારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાની ચર્ચા
સીબીઆઇ આ કેસની કરશે ઉંડી તપાસ
જામનગરઃ સીબીઆઇની ટીમ દ્વારા લાંચિયા અધિકારી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મીઠાપુરના ઇપીએફના એન્ફોર્સમેન્ટ અધિકારીને રૂપિયા 1.10 લાખની લાંચ લેતા ઝડપી લીધા છે, તેમના બે સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
જામનગર એમ્પ્લોઇઝ પ્રોવીડન્ડ ફડંના અધિકારી એન.સી.નથવાણી લાંચ લેતા સીબીઆઇના હાથે ઝડપાયા છે. તેમના સાથી
મીઠાપુરના એચ.કે.ભાયાણી, તેના પુત્ર જય ભાયાણીની પણ સીબીઆઇએ ધરપકડ કરી લીધી છે.
ફરિયાદી દ્રારા સીબીઆઇમાં ફરિયાદ કરાઇ હતી કે નથવાણી સીધા કામો માટે પણ લાંચ માંગે છે અને અમને હેરાન કરી છે. આ ફરિયાદ બાદ સીબીઆઇએ તેની ધરપકડ કરી છે અને તેના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કેસમાં દ્વારકા, મીઠાપુર અને રાજકોટમાં સીબીઆઇની ટીમોએ તપાસ હાથ ધરી છે, જેમાં આ અધિકારીની કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં સીબીઆઇ આ કેસની વધુ તપાસ કરી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/