ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કોંગ્રેસનો મોરચો, જીગ્નેશ મેવાણીએ કહ્યું ગાંધીનગર સુધી કૂચ કરીને સરકારનો ઘેરાવો કરીશું

08:28 PM Jun 29, 2024 | gujaratpost

ગાંધીનગરઃ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં થયેલી દુર્ઘટનામાં 28 નિર્દોષ લોકોનાં મોત થઇ ગયા છે, ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બીછાવતી સરકારે મૃતકોના પરિવારજનોને માત્ર 4-4 લાખ રૂપિયાની સહાય કરી છે, ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાની જમીનો મફતના ભાવમાં અપાય છે અને પીડિતોને નામની જ સહાય અપાય છે. જે રકમ ઘણી ઓછી છે, પીડિતોના આક્ષેપ છે કે આ કેસની તટસ્થ તપાસ થઇ રહી નથી, આરોપીઓને બચાવવા ધમપછાડા થઇ રહ્યાં છે. જેથી નવી SIT બનાવો અને આ કેસની તપાસ કરાવો.

કોંગ્રેસના રાજકોટ બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો અને વેપારીઓ-શહેરીજનો આ બંધમાં જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી. હવે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ મામલે ચીમકી ઉચ્ચારી છે કે પરિવારોને ન્યાય નથી મળી રહ્યો અને રાજકોટમાં ઘણી જગ્યાએ દબાણો દૂર કરવાના નામે ગરીબો સાથે અન્યાય થઇ રહ્યો છે, એટલે અમે ગાંધીનગર સચિવાલય સુધી કૂચ કરવાના છીએ અને સચિવાલયનો ઘેરાવો કરવાના છીએ, મેવાણીની આ જાહેરાતથી ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતા વધી ગઇ છે.

સુરત, મોરબી, રાજકોટ અને વડોદરાના પીડિતોની મુલાકાત કરીને કૂચનો દિવસ નક્કિ કરવામાં આવશે, અગાઉ આ શહેરોમાં બનેલી આવી ઘટનાઓએ અનેક નિર્દોષ લોકોનો ભોગ લઇ લીધો હતો અને બધા જ કેસમાં આરોપીઓ બહાર આવી જાય છે, જેથી કોંગ્રેસે હવે ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે.

Trending :

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526