તોફાની રાધા અગાઉ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે આવી હતી
Rajkot Crime News: રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર તોફાની રાધા તરીકે જાણીતી યુવતીએ આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉ.વ.26 ) નામની યુવતીએ આપઘાત કર્યો છે. રાત્રિના સમયે ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ અહીં પહોંચી હતી.
તોફાની રાધા રૈયા રોડ પર તુલસી માર્કેટની સામે પરિવારથી અલગ રહેતી હતી.તાજેતરમાં જ રાધિકા ગોવા ફરવા ગઈ હતી. પરત આવ્યાં બાદ તેણે પિતાને ફોન કરીને કહ્યું કે, ‘હું જાવ છું.’ પરંતું પિતા પહોંચ્યાં તે પહેલા તેણે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બે વર્ષ પહેલા રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ઉતારેલો એક વીડિયો વાયરલ થતાં પોલીસે રાધિકાની ધરપકડ પણ કરી હતી. ઉપરાંત તોફાની રાધાના ઈન્સ્ટાગ્રામમાં ત્રણ વીડિયો રિલ્સ વાયરલ થયા હતા. ગાંજા જેવા દેખાતા પદાર્થનું સેવન કરતી, જેતપુર ટોલનાકાનું બેરિયર તોડતી હોઈ તે પ્રકારના ત્રણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++