સુરતના જમીન કૌભાંડ બાદ હવે રાજકોટમાં નકલી દસ્તાવેજોનું કૌભાંડ સામે આવ્યું, 3 સામે પોલીસ ફરિયાદ- Gujarat Post

12:32 PM Dec 12, 2024 | gujaratpost

(પ્રતિકાત્મક ફોટો)

રાજકોટઃ સુરતમાં ગોચરની જમીનનું રૂપિયા 100 કરોડનું કૌભાંડ સામે આવ્યાં પછી હવે રાજકોટ મઘરવાડા ગામની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા નકલી દસ્તાવેજો બનાવવાનું કારસ્તાન સામે આવ્યું છે.આ તમામ જમીનો 25 વર્ષ જુની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, અને નકલી દસ્તાવેજોનાં આ કૌભાંડ મામલે પોલીસે કોમ્પ્યુટર ઓપરેટ સુપરવાઈઝર સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી છે, ડિલિટ કરેલા દસ્તાવેજોની જગ્યાએ નકલી દસ્તાવેજોની સ્કેનિંગ કોપી કોમ્પ્યુટરમાં મુકીને આ કૌભાંડ કરવામાં આવ્યું હતુ.

જૂની કલેક્ટર કચેરીમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી સિટી ઝોન-1 અને ઝોન-2 માં કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરતા કર્મચારીઓ ડેટા ઓપરેટીંગનું કામ સભાળે છે. આ કચેરીના રજિસ્ટ્રાર ખાચરે પોલીસ કમિશનર સમક્ષ તેમની કચેરીમાં કામ કરતા તેમના જ કર્મચારીઓ દ્વારા બોગસ દસ્તાવેજ કૌભાંડ કરાતું હોવાની શંકા વ્યક્ત કરી હતી.તેમણે લગભગ 17 જેટલા દસ્તાવેજો બોગસ બનાવવામાં આવ્યાં હોવાની આશંકા હતી. આખરે તેમની અરજીને આધારે પ્રધ્યુમનનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

આ મામલે પોલીસ તપાસમાં 15 જેટલા દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મોટાભાગનાં દસ્તાવેજો 40 વર્ષથી જૂના છે. મધરવાડામાં કરોડો રૂપિયાની જમીન અને અન્ય નામ આવતાં અરજી થયા બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે પોલીસે આરોપીઓએ દસ્તાવેજ બનાવવા કયા કયા ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો હતો, સ્ટેમ્પ ક્યાંથી લાવ્યાં હતા, કોના નામે દસ્તાવેજ કર્યાં હતા, કોને જમીન વેચી હતી, સહિતનાં તમામ મુદ્દાઓ પર આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડ કોઇ મોટા માથાઓ હોવાની શક્યતા પણ છે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++