+

Acb ટ્રેપઃ મોરબીમાં PGVCL ના નાયબ ઇજનેર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

રાજરોટઃ એસીબીએ પશ્વિમ ગુજરાત વિજ કંપની લિમિટેડના નાયબ ઇજનેરને રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. મિનેષ અરજણભાઇ જાદવ, નાયબ ઇજનેર, વર્ગ-1, પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરી-1, મોરબી અને પ્રવીણ નાનજીભાઇ

રાજરોટઃ એસીબીએ પશ્વિમ ગુજરાત વિજ કંપની લિમિટેડના નાયબ ઇજનેરને રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. મિનેષ અરજણભાઇ જાદવ, નાયબ ઇજનેર, વર્ગ-1, પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરી-1, મોરબી અને પ્રવીણ નાનજીભાઇ માકાસણા (પ્રજાજન)
સામે આ કાર્યવાહી કરી છે.

ટ્રેપનુ સ્થળ: પી.જી.વી.સી.એલની કચેરી પાસે, વેજીટેબલ રોડ, મોરબી.

ફરીયાદીની કંપની સોલાર પેનલ લગાવવા અંગેનું કામકાજ કરતી હતી. તેમની કંપનીએ સોલાર પ્લાન્ટનું કામકાજ કરેલું હતુ. જે બંન્ને સોલાર પ્લાન્ટમાં સમયસર ઇલેક્ટ્રિક મીટર લગાવવા તથા સોલાર પ્લાન્ટમાં કોઇ પણ પ્રકારની હેરાનગતિ ન કરવા કર્મચારીએ 20 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી. 

એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતુ, જેમાં ખાનગી વ્યક્તિ કર્મચારી વતી લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. બંને આરોપીઓને ઝડપી લઇને એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારી: જે.એમ.આલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે., રાજકોટ ગ્રામ્ય તથા સ્ટાફ

સુપરવિઝન અધિકારી: કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ. 

facebook twitter