રાજકોટઃ ટીઆરપી અગ્નિકાંડને લઇને સરકાર એક્શન મોડમાં છે, 28 નિર્દોષ લોકોનાં મોત બાદ હવે બેદરકારી રાખનારા અધિકારીઓ સામે તવાઇ આવી છે. એસીબીએ અનેક અધિકારીઓના ઠેકાણાંઓ પર દરોડા કર્યાં છે, જેમાં મનપાના તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે અનેક શહેરોમાં બંગલો સહિતની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચે મનપાના તત્કાલિન TPO મનસુખ સાગઠિયા, ATPO મુકેશ મકવાના, ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરી છે.
આ મામલે અગાઉ 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને પોલીસ કમિશનર-મ્યુનિસિપિલ કમિશનરને હટાવી દેવામાં આવ્યાં છે. આ અગ્નિકાંડને લઇને લોકોમાં ઉગ્ર રોષ છે, મૃતકોના પરિવારો આઘાતમાં છે અને ન્યાયની રાહ જોઇને બેઠા છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે એસઆઇટી રચવામાં આવી છે. આજે ગાંધીનગરમાં આ કેસને લઇને ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરાઇ હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526