બિલ્ડર ગ્રુપની કરોડોની ટેક્સચોરી, રાજકોટ આઈટી રેડમાં અધિકારીઓએ થેલાઓ ભરીને રોકડ-દસ્તાવેજો કબ્જે કર્યાં-Gujarat Post

11:20 AM Mar 03, 2024 | gujaratpost

રાજકોટઃ શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ સામે મોટી કાર્યવાહી થઇ છે. છેલ્લા પાંચ દિવસથી અલગ અલગ 30 સ્થળોએ આઈટી ના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યાં હતા..છ બિલ્ડર ભાગીદારોને ત્યાંથી અંદાજે 500 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યાં છે. આઇ.ટી વિભાગના અધિકારીઓ દ્વારા થેલાઓ ભરીને રોકડ અને દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યાં હતા. શહેરમાં પાંચ થી છ એકરના પ્લોટ ધરાવતા બિલ્ડરો દ્વારા નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યાં હતા જે આઈટીના ધ્યાનમાં આવી ગયા હોવાની ચર્ચા હાલ થઈ રહી છે. ઉપરાંત ગુજરાતનો આ સૌથી મોટો પ્રોજેક્ટ પણ આઈટી વિભાગની રડારમાં હતો.

રાજકોટના વિનેશ પટેલનાં ઓરબીટ ગ્રુપ તથા રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં ઉપપ્રમુખ અને લાડાણી એસોસીએટસનાં દિલીપ લાડાણી સાથે સંકળાયેલી પેઢી પર આઈટીએ દરોડા પાડ્યાં હતા. તપાસ બાદ 500 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યાં હતા. રાજકોટમાં બિલ્ડરોને ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન બિલ્ડરોના હિસાબ કિતાબની ડાયરી ઇન્કમટેક્સ વિભાગને મળી હતી. આ ડાયરીમાં અનેક મોટા રોકાણકારોનાં નામો ખુલ્યાં છે.જેમની પણ આગામી દિવસોમાં પૂછપરછ કરવામાં આવશે. ઉપરાંત બેંકના લોકરો ટૂંક સમયમાં ખોલવામાં આવશે. આઈટીની સાથે જીએસટી ચોરીની દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

Trending :

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post