+

Breaking News: રાજકોટ ગેમઝોનમાં ભયાનક આગ, અત્યાર સુધી 30 લોકોનાં મોત થઇ ગયા, અનેક ઘાયલ

રાજકોટઃ રાજ્યમાં ફરી એક વખત મોટી દુર્ઘટના બની છે, થોડા સમય પહેલા મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતા અનેક લોકોનાં જીવ ગયા હતા અને હવે રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં આગ લાગતા 30 લોકોનાં મોત થઇ

રાજકોટઃ રાજ્યમાં ફરી એક વખત મોટી દુર્ઘટના બની છે, થોડા સમય પહેલા મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતા અનેક લોકોનાં જીવ ગયા હતા અને હવે રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં આગ લાગતા 30 લોકોનાં મોત થઇ ગયા છે અનેક લોકો ઘાયલ થયા છે.

કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી અને તેમાં 30 લોકોનાં મોત થઇ ગયા છે, મોટાભાગના બાળકોનાં મોત થયા છે. આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે અને બચાવ કામગીરી ઝડપી કરવા આદેશ આપી દીધા છે.

પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, યુવરાજસિંહ નામના શખ્સો ચલાવતા હતા ગેમ ઝોન

ગેમ ઝોન કોઇ પણ પ્રકારની એનઓસી વગર ચાલતો હોવાનું સામે આવ્યું છે, આ એક બેદરકારી છે, ઘણા બાળકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે, વાલીઓ બાળકોની શોધખોળ કરી રહ્યાં છે, હોસ્પિટલમાં તમે રડી જાવ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter