+

કદાચ 28 જીવો બચી ગયા હોત...! જો પહેલી વખત આગ લાગી ત્યારે TRP ગેમઝોન સામે કાર્યવાહી કરાઇ હોત તો...

Rajkot fire tragedy: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં નવી માહિતી સામે આવી રહી છે. ટીઆરપી ગેમ ઝોનમાં રાજકોટ ફાયર વિભાગનાં પાપે જ ફરી અગ્નિકાંડ થયો છે. TRP ગેમઝોનમાં આ દુર્ઘટના અગાઉ પણ આગ લાગી હતી. 25 સપ્ટેમ્

Rajkot fire tragedy: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં નવી માહિતી સામે આવી રહી છે. ટીઆરપી ગેમ ઝોનમાં રાજકોટ ફાયર વિભાગનાં પાપે જ ફરી અગ્નિકાંડ થયો છે. TRP ગેમઝોનમાં આ દુર્ઘટના અગાઉ પણ આગ લાગી હતી. 25 સપ્ટેમ્બર 2023ના રોજ TRP ગેમઝોનમા આગ લાગી હતી. ફાયર વિભાગને 25 સપ્ટેમ્બર 2023ના રોજ મળ્યો કોલ મળ્યો હતો.ફાયર વિભાગના જવાનો 25 સપ્ટેમ્બરે TRP ગેમઝોનમાં આગ પર કાબૂ મેળવવા પહોંચ્યાં હતા અને પછી પોલીસને આ મામલે જાણ જ કરી ન હતી. ત્યારે હવે આ મામલે જવાબદાર ફાયર વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી જરૂરી છે.

બીજી તરફ અગ્નિકાંડ મામલે આજે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર એમ.બીદ.દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતા.

રાજકોટ અગ્નિકાંડમાં SIT વડા સુભાષ ત્રિવેદીએ મોટું નિવેદન આપ્યું હતું કે 'અગ્નિકાંડમાં જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બધા જ IAS કે IPS અધિકારીને પૂછપરછ કરવા માટે ગૃહરાજ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે. હવે આવતીકાલે રાજકોટના અધિકારીઓની પૂછપરછ કરાશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter