+

રાજકોટ અગ્નિકાંડને લઈ મોટા સમાચાર, તત્કાલીન IAS, IPS અધિકારીઓની પૂછપરછ થશે

Rajkot fire tragedy: રાજકોટ અગ્નિકાંડ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટના તત્કાલીન અધિકારીઓની આ મુદ્દે પૂછપરછ થશે. તત્કાલીન IAS અને IPS અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. 2021થી 2014 સુધી રાજકોટમાં

Rajkot fire tragedy: રાજકોટ અગ્નિકાંડ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટના તત્કાલીન અધિકારીઓની આ મુદ્દે પૂછપરછ થશે. તત્કાલીન IAS અને IPS અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. 2021થી 2014 સુધી રાજકોટમાં મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર, કલેકટર, માર્ગ અને મકાન વિભાગ, ફાયર વિભાગ, મનોરંજન વિભાગના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. હાલમાં રાજ્ય સરકારે રાજકોટના પોલીસ કમિશનર પદેથી રાજુ ભાર્ગવ અને મ્યુનિ. કમિશનર અનંત પટેલને હટાવી દીધા છે. આ ઉપરાંત રાજકોટ એડિશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરી, ઝોન-2 ડીસીપી સુધીર દેસાઇને પણ હટાવ્યાં છે અને 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં 28 લોકોનાં મોત થયા છે. જે પૈકી 25 લોકોના ડીએનએ તેમના સ્વજનો સાથે મેચ થતાં પરિવારજનોને સોંપવામાં આવ્યાં છે. હજુ ત્રણ લોકોની કોઈ માહિતી મળી નથી.

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસ માટે બનેલી સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન ટીમે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. ત્રણ દિવસની તપાસના અંતે તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને અપાયો છે. આ અહેવાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગના અધિકારોની બેદરકારીને કારણે જ આગ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, આ અહેવાલ બાદ સરકાર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter