જવાબદારો સામે સખત કાર્યવાહી કરાશેઃ ભૂપેન્દ્ર પટેલ
મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખ રૂપિયાની સહાય, ઘાયલોને રૂ.50 હજારની સહાય
રાજકોટઃ નાના મવા રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટનાથી અનેક પરિવારો વિખેરાઇ ગયા છે. અત્યાર સુધીમાં બાળકો સહિત 30થી વધુ નિર્દોષ લોકોનાં મોત થઇ ગયા છે. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે રાજકોટ ઘટના સ્થળે પહોંચ્યાં હતા, તેમને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઉપરાંત ભોગ બનનારાના પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા, આ બંનેની સાથે ધારાસભ્ય રમેશ ટીલાળા અને ભાજપ નેતા ભરત બોઘરા પણ હાજર રહ્યાં હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાત્રે જ રાજકોટ પહોંચી ગયા હતા. મોડી રાત્રે સંઘવીએ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું. હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે હજુ કાટમાળ ખસેડવા કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત છે.
આ ઘટનામાં મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી હતી, મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવી છે અને મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવશે. માતા-પિતા અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526