ACB ટ્રેપઃ રાજકોટ TRP ગેમઝોન દુર્ઘટનાની કોઇ અસર નહીં ! ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રૂ.1 લાખ 80 હજારની લાંચ લેતા ઝડપાયા

09:04 PM Aug 12, 2024 | gujaratpost

રાજકોટઃ હજુ તો ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાને થોડા જ દિવસો થયા છે અને 27 મૃતકોનાં પરિવારો આક્રંદ કરી રહ્યાં છે, ખોટી રીતે ગેમઝોન ચાલુ કરી દેવામાં આવ્યો હતો અને કોર્પોરેશનના ફાયર વિભાગના અધિકારીઓએ આવા અનેક કેસોમાં રૂપિયા ખાધા છે, તેથી લોકોના જીવ ગયા છે, તેમ છંતા આ લોકો સુધરતા જ નથી હવે રાજકોટના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને એસીબીએ 1 લાખ 80 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે.

અગાઉ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગના ચીફ ફાયર અધિકારી ઇલેશ ખેર, ડે.ફાયર ઓફિસર બી.જે.ઠેબાની ધરપકડ કરાઇ હતી અને તેમને સસ્પેન્ડ કરાયા છે, ઇન્ચાર્જમાં અનિલ મારુ હતા, જેઓ લાંચ લેતા ઝડપાય ગયા છે.

ફરિયાદી ફાયર સેફ્ટી ફિટિંગની કામગીરી કરે છે અને તેમને એક બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની એનઓસી મેળવવા અધિકારીએ 3 લાખ રુપિયાની લાંચ માંગી હતી, 1 લાખ 20 હજાર રૂપિયાની રકમ ફરિયાદીએ પહેલા જ આપી દીધી હતી. બાકીના 1 લાખ 80 હજાર રૂપિયા માટે માંગણી કરાઇ રહી હતી, જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ એસીબીએ આ લાંચનું છટકું ગોઠવ્યું હતુ.
ત્યારે જો તમારી પાસે પણ કોઇ સરકારી કર્મચારી લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીમાં ફરિયાદ આપી શકો છો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526