સાઇબર ક્રાઇમના ગુનામાં ફરિયાદીની થતી હતી હેરાનગતિ
સાઇબર ક્રાઇમના ગુનાઓમાં થઇ રહ્યાં છે મસમોટા તોડ
રાજકોટઃ એસીબીએ રૂપિયા 10 લાંખની લાંચ લેનારા શખ્સને ઝડપી લીધો છે, દીગંબર.એ.પાગર, પોલીસ ઈન્સ્પેક્ટર, માટુંગા પોલીસ સ્ટેશન, મુંબઈ શહેર વતી લાંચ લેનારા જયમીન સાંવલિયા, ખાનગી શખ્સને ઝડપી લીધો છે.
આરોપીએ ટી પોસ્ટ ચાની દુકાન, રેસકોર્સ, રાજકોટમાં આ લાંચની રકમ લીધી અને એસીબીએ તેને ઝડપી લીધો
રૂપિયા 10 લાખની રકમ રિકવર કરવામાં આવી
માટુંગા પોલીસ સ્ટેશન મુંબઈમાં પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા અધિકાર દીબંગર.એ.પાગરે ફરિયાદીનું નિવેદન લેવા માટે રાજકોટના સરનામે નોટીસ મોકલી હતી, જેમાં ખાનગી વ્યક્તિનો સંપર્ક કરાવીને નોંધાયેલા ગુનામાં ધરપકડ નહીં કરવા, હેરાન નહીં કરવા મસમોટી રકમ રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી.
ફરિયાદી સામે મહારાષ્ટ્રમાં ગુનો દાખલ કરાયો હતો અને તેઓ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં લાંચના છટકામાં આરોપીઓ આવી ગયા હતા, હાલમાં એસીબીએ ખાનગી શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526