આંદોલન શરૂ થતા જ પોલીસે અટકાયત કરી
દોષિતોને ફાંસીની સજા મળે તેવી ઉગ્ર માંગ, રાજકોટના લોકોમાં પણ રોષ
Rajkot Fire Tragedy: રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ (Rajkot TRP Game Zone incident) બાદ ફાયર સેફટીથી માંડીને પોલીસ પરમિશનને લઈને ચર્ચા ઉઠી છે. એટલુ જ નહીં, ભ્રષ્ટ બાબુઓ પર આંગળીઓ ચિંધાઈ છે અને તેમનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. રાજકોટ આગકાંડ માટેના જવાબદારોને ફાંસીની સજા મળે તેવી માંગ સાથે સુરતમાં આંદોલન શરૂ થયું છે. સમાજ સેવક દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે.
તક્ષશિલા આગકાંડ, હરણી બોટ દુર્ઘટના, મોરબી બ્રિજ દુર્ઘટના, ટીઆરપી ગેમ ઝોનના દોષિતોને સજા થાય તેવી માંગ છે. 24 કલાક ઉપવાસ આંદોલન કરી ન્યાય મળે તે માટે સામાજિક કાર્યકર્તા જે બી જાનીએ આંદોનલ શરૂ કર્યુ છે. જોકે પોલીસે તેમની અટકાયત કરી હતી. સામાજિક કાર્યકર્તાના કહેવા મુજબ, અત્યાર સુધી કોઈ પણ આરોપી સજા અપાઈ નથી. તાત્કાલિક ફાંસીની સજા મળે તેવી માંગ છે.
જે ભ્રષ્ટાચારના કારણે રાજકોટના ટીઆરપી ગેમઝોનને સીલ ન મરાયું કે તેનું ડિમોલીશન ન કરાયું તે ભ્રષ્ટાચાર કોણે કેટલી રકમનો કર્યો તે દિશામાં સિટ અને એ.સી.બી.દ્વારા ગુપ્તરાહે તપાસ શરૂ થયાનું આજે જાણવા મળ્યું છે. મહાપાલિકામાંથી ટી.પી.વિભાગના કર્મચારીઓની કામગીરી, ફરજ અને સત્તાની વિગતો સાથે ટી.પી.સ્ટાફને તેમજ વોર્ડ ઓફિસરોને કેટલો પગાર મળે છે તેની વિગતો પોલીસે મેળવી છે, બીજી તરફ પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠીયા અને ફાયર ઓફિસર બી.જે.ઠેબાની મિલ્કતોની એસીબીએ તપાસ શરૂ કરી છે અને સાગઠીયા સહિતના અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/