+

રાજકોટ અગ્નિકાંડની પ્રથમ માસિક તિથિ, કોંગ્રેસનું બંધનું એલાન, પીડિતોને પણ પોલીસે ન છોડ્યાં- Gujarat Post

મૃતકોને શ્રદ્ધાંજલી...બજારમાં આવેલી દુકાનોએ બંધ પાળ્યો શહેરની મોટાભાગની શાળાઓ અને કોલેજો બંધમાં જોડાઇ વિવિધ વેપારી એસોસિએશનો પણ બંધમાં જોડાયા રાજકોટઃ ટીઆરપી ગેમઝોનમાં (Rajkot TRP Game Zone) સ

મૃતકોને શ્રદ્ધાંજલી...બજારમાં આવેલી દુકાનોએ બંધ પાળ્યો

શહેરની મોટાભાગની શાળાઓ અને કોલેજો બંધમાં જોડાઇ

વિવિધ વેપારી એસોસિએશનો પણ બંધમાં જોડાયા

રાજકોટઃ ટીઆરપી ગેમઝોનમાં (Rajkot TRP Game Zone) સર્જાયેલા અગ્નિકાંડને આજે એક મહિનો થયો છે. મૃત્યું પામેલા 27થી વધુ લોકોને માસિક પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલિ આપવાની સાથે પદાધિકારીઓ, મનપા સિવાયના અન્ય ખાતાના જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે કોંગ્રેસે આજે રાજકોટ બંધનું એલાન છે. વરસાદી માહોલ વચ્ચે શહેરમાં મોટાભાગના લોકોએ બંધ પાળ્યું છે. કોંગ્રેસના કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપી થઈ છે.વિરોધ કરી રહેતા પીડિત પરિવારોની પણ પોલીસે અટકાયત કરી છે.

કોંગ્રેસના કાર્યકરોએ યાજ્ઞિક રોડની દુકાનો બંધ કરાવી હતી. બંધના એલાનને પગલે રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓ ખુલ્લી હોવાથી એનએસયુઆઈના કાર્યકરો શાળાઓ પર પહોંચી રહ્યાં છે અને સંચાલકોને મળીને શાળાને બંધ કરાવવા વિનંતી કરી રહ્યાં છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની પોલીસે અટકાયત કરી છે. પોલીસ અને રોહિતસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

28 મૃતકોના પરિવારજનો આજે ન્યાય માંગી રહ્યાં છે, સરકારે જ એસઆઇટી બનાવી છે તેના પર પીડિતોને વિશ્વાસ નથી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરાઇ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter